સાબરમતી યુનિવર્સીટી : ભાવ -રોપણ કરતુ શિક્ષણ

શિક્ષણનો પરમ ઉદ્દેશ્ય વ્યક્તિમાં સાચા ભાવોનું નિરૂપણ કરવાનું છે. આદરભાવ અને ઉત્સાહનો ભાવ  એ બે ભાવો એવા છે કે જેમાંથી સત્યની શોધ અને કાળજીપૂર્વકનું જીવન જીવવાનો આપોઆપ આરંભ થાય છે.  આદરભાવથી અને ઉત્સાહથી જો કોઈપણ વિષયનો અભ્યાસ થાય  તો તે અભ્યાસ ખુબ ગહન અને અધિકૃત હોય છે. 

સાબરમતી ટીચર્સ યુનિવર્સીટી આ દર્શનને આધારે શિક્ષણ પ્રદાન કરે છે અને આથી જ સાબરમતી યુનિવર્સીટીમાં શિક્ષણ અને ઉજાણી  એ બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તહેવાર અને કેટલાક શૈક્ષણિક દિવસોની ઉજવણી એ સાબરમતી યુનિવર્સીટીના શિક્ષણનો અનન્ય ભાગ છે. તહેવારોની ઉજવણીથી વિદ્યાર્થીઓમાં આપણી સંસ્કૃતિની સમજ અને સ્વીકૃતિ આવે છે જેથી વિદ્યાર્થી સમાજમાં સકારાત્મકતાથી રહેવા સક્ષમ બને છે  અને શૈક્ષણિક દિવસોની ઉજવણીથી તેઓમાં જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસાને પોષણ મળે છે.

શિક્ષણનું આવું ઉત્કૃષ્ટ દર્શન એ સાબરમતી યુનિવર્સીટીની શિક્ષણની ગુણવત્તાનું પ્રમાણ છે. આથી જ સાબરમતી યુનિવર્સીટીમાં ગણેશોત્સવ, નવરાત્રી, નાતાલ જેવા તહેવારો, જાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ તથા રાષ્ટ્રીય એકતા દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો  તથા ગુરુ પૂર્ણિમા, શિક્ષક દિન , વર્લ્ડ ફાર્માસીસ્ટ દિવસ, હિન્દી દિવસ, સ્વચ્છતા દિવસની, બંધારણ દિવસ જેવા શૈક્ષણિક દિવસની ઉજવણી થાય છે. 

આમ સાબરમતી યુનિવર્સીટી એ એક એવી યુનિવર્સીટી છે જેની શિક્ષણ પ્રક્રિયા દાર્શનિક છે  અને તેથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં તેનું અધિકૃત યોગદાન છે.

Leave a Reply